સ્ટીકર (ચોંટાડનાર) તરીકે: તે છોડની સપાટી પર છંટકાવના દ્રાવણને મજબૂત રીતે ચોંટાડવામાં મદદ કરે છે, જેનાથી વરસાદ કે પિયતને કારણે દવા ધોવાઈ જવાનું જોખમ ઘટે છે.

સ્પ્રેડર (ફેલાવનાર) તરીકે: તે પાંદડાની સપાટી પર છંટકાવના દ્રાવણને એકસમાન રીતે ફેલાવવાની ખાતરી કરે છે, જેથી પાનનો ખૂણેખૂણો દવાથી કવર થાય છે.

ભેદક (Penetrator) તરીકે: તે ઉપયોગમાં લેવાયેલ કૃષિ દવાઓ કે ખાતરને છોડના પેશીઓમાં (Tissues) વધુ અસરકારક રીતે અંદર ઉતારવામાં મદદ કરે છે.

સક્રિયકર્તા (Activator) તરીકે: તે જે-તે કૃષિ ઈનપુટ્સ (દવા/ખાતર) ની કાર્યક્ષમતાને ટેકો આપે છે અને તેની અસરમાં વધારો કરે છે.

રિએક્ટર તરીકે: તે છંટકાવના દ્રાવણ અને છોડની સપાટી વચ્ચેની પ્રતિક્રિયામાં સુધારો કરે છે, જેનાથી છંટકાવનું એકંદર પરિણામ શ્રેષ્ઠ મળે છે.

લાભ (BENEFITS) :

  • દવાની માત્રા વધાર્યા વગર જ જંતુનાશકો, ફૂગનાશકો અને પોષક તત્વોની કાર્યક્ષમતામાં વધારો કરે છે.

  • દવાના ધોવાણ, બાષ્પીભવન અથવા અધૂરા છંટકાવને કારણે થતો દવાનો બગાડ અટકાવે છે.

  • પાંદડા પર દવાનો બહેતર ફેલાવો સુનિશ્ચિત કરે છે, ખાસ કરીને ચીકણી અથવા રુંવાટીવાળી સપાટી પર.

  • શોષણ શક્તિ વધારે છે, જેના પરિણામે ઝડપી અને એકસમાન પરિણામ મળે છે.

  • તે ખર્ચની દ્રષ્ટિએ કિફાયતી (ફાયદાકારક) છે, કારણ કે ખેડૂતો દવાની એટલી જ માત્રામાં વધુ સારું પરિણામ મેળવે છે.

  • વધારાના રાસાયણિક ધોવાણને ઘટાડીને પર્યાવરણીય પ્રદૂષણને ન્યૂનતમ (ઓછું) કરે છે.

  • છાંટેલી દવા કે ખાતરની વરસાદ સામે ટકી રહેવાની શક્તિ (Rain Fastness) વધારે છે.

વપરાશ:

છંટકાવ (ફોલિયર) માટે ( પાન પર છંટકાવ કરવા માટે )

વપરાશનું પ્રમાણ

૨ થી ૩ મિલી પ્રતિ લિટર, દર ૧૫ થી ૨૦ દિવસે એકવાર, પાકના સમગ્ર સમયગાળો (ચક્ર) દરમિયાન નિયમિત ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

પાક:

તમામ પ્રકારના પાકો માટે ઉપયોગી

ઘટકોનું પ્રમાણ (Composition)

  • સ્યુડોમોનાસ એસપીપી (Pseudomonas spp.) –
  • સેલ-ફ્રી એક્સટ્રેક્ટ (Cell-Free Extract) ૩૦%
  • પોષક માધ્યમ / ફર્મેન્ટેડ મીડિયા (Nutrient / Fermented Media) ૭૦%
  • બેક્ટેરિયા (Bacteria) ૧ x ૧૦^૮ સી.એફ.યુ. / મિલી
  • કેરિયર (Carrier) નિસ્યંદિત પાણી (Distilled water)

પેકિંગ સાઈઝ:

૧૦૦૦ મિલી (૧ લિટર)